ગુજરાતના શાસકો : એક ઉડતી નજરે

કહેવાય છે કે ગુર્જરોના નામ પરથી “ગુજરાત” નામ પાડ્યું. વર્તમાન સમયમાં ગુજરાત એટલે ૩૩ જિલ્લાઓ નો બનેલો પ્રદેશ જેમાં ગાંધીનગર, અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જૂનાગઢ, કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા, મોરબી, સુરેન્દ્રનગર, ભાવનગર, બોટાદ, ગીર સોમનાથ, અમરેલી, પોરબંદર, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી, છોટા ઉદેપુર, ભરૂચ, ખેડા, આણંદ, પંચમહાલ, તાપી, ડાંગ, દાહોદ, વલસાડ, નર્મદા, નવસારી, અને મહીસાગર નો સમાવેશ થાય છે.

પરંતુ ભારત આઝાદ થયું ત્યારે ગુજરાત નામનું કોઈ રાજ્ય નહતું. ઈ. સ. ૧૯૫૦ માં ભારતના રાજ્યોને ચાર ભાગોમાં વર્ગીકૃત કરવામાં આવ્યા, જેમાં ભાગ એ માં “બોમ્બે”, ભાગ બી માં “સૌરાષ્ટ્ર” અને ભાગ સી માં “કચ્છ” નો સમાવેશ કરવામાં આવ્યો. બોમ્બે અને સૌરાષ્ટ્રને વિધાનસભા આપવામાં આવી અને કચ્છનો વહીવટ પ્રત્યક્ષ કેન્દ્ર સરકાર હસ્તક રાખવામાં આવ્યો.

ત્યારબાદ રાજ્ય પુનર્રચના અધિનિયમ, ૧૯૫૬ દ્વારા સૌરાષ્ટ્ર અને કચ્છનું બોમ્બે રાજ્યમાં વિલીનીકરણ  કરવામાં આવ્યું.

બોમ્બે પુનર્રચના અધિનિયમ, ૧૯૬૦ દ્વારા બોમ્બે રાજ્યને, મરાઠી ભાષી લોકો માટે “મહારાષ્ટ્ર રાજ્ય” અને ગુજરાતી ભાષી લોકો માટે “ગુજરાત રાજ્ય”, બે ભાગમાં વિભાજિત કરવામાં આવ્યું. ૧લી મે ૧૯૬૦ ના દિવસે ભારતના ૧૫ માં રાજ્ય તરીકે “ગુજરાત રાજ્ય”ની સ્થાપના થઈ. ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી ડો. જીવરાજ મહેતા બન્યા અને વર્તમાનમાં  શ્રી વિજયભાઈ રૂપાણી ગુજરાતના મુખ્યમંત્રી છે.

આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાતના છેલ્લા હિન્દુ શાસક કર્ણદેવ વાઘેલા હતાં. કહેવાય છે કે શ્રી કૃષ્ણ એ સૌરાષ્ટ્રમાં દ્વારિકા નગરી વસાવી અને ત્યાંના રાજા બન્યા. પરંતુ તે સિવાય ગુજરાત પર ક્યાં રાજાઓનું શાસન હતું તે ખ્યાલ છે? તો ચાલો જાણીએ ગુજરાતના શાસકો વિશે…

સિંધુ શાસન ( ઈ. પૂ. ૨૪૫૦-૧૯૦૦ )

ઉત્તર સિંધુ શાસન ( ઈ. પૂ. ૧૯૦૦-૧૬૦૦ )

શાર્યાત વંશ :

શર્યાતિ, આનર્ત, રોચમાન, રેવ, રેવત કકુદ્મી.

ભાર્ગવ વંશ :

ભૃગુ, ચ્યવન, આત્મવાન, દધિચ, સારસ્વત, ઔર્વ, ઋચીક, જમદગ્નિ, પરશુરામ.હૈહય વંશ : કૃતવીર્ય, અર્જુન કાર્તવીર્ય.

યાદવ વંશ :

શ્રી કૃષ્ણ, પ્રદ્યુમ્ન, અનિરુદ્ધ, વજ્ર.

મૌર્ય વંશ :

ચંદ્રગુપ્ત, બિંદુસાર, અશોક, કુણાલ, સંપ્રતિ, શાલિશુક, સોમશર્મા, શતધન્વા, બૃહદ્રથ.

શુંગ વંશ   ( ઈ. પૂ. ૧૮૪-૧૪૯ )

અન્ય વંશો ( ઈ. પૂ. ૧૪૯- ઇ. ૨૩ )

ક્ષત્રપ વંશ  ( ઈ. ૨૩-૩૯૮ ) :

ભૂમક,‌ નહપાન, દક્ષમિત્રા, પ્સામોતિક, ચાષ્ટન, જયદામા, રુદ્રદામાં પ્રથમ, રુદ્રસિંહ પ્રથમ, જીવદામા, રુદ્રસેન પ્રથમ, પૃથીવિષેણ, સંઘદામા, દામસેન,  દામજદ શ્રી બીજા, વિરદામાં, યશોદામા, વિજયસેન, દામજદ શ્રી ત્રીજા, રુદ્રસિંહ બીજા, વિશ્વ સિંહ, ભર્તુંદામા, વિશ્વસેન, રુદ્રસિંહ બીજા, યશોદામા બીજા, રુદ્રદામા બીજા, રુદ્રસેન ત્રીજા, સિંહસેન, રુદ્રસેન ચોથા, સત્યસિંહ, રુદ્રસિંહ ત્રીજા.

શર્વ ભટ્ટારક ( ઈ. ૩૯૯-૪૧૫ )

ગુપ્ત વંશ   ( ઈ. ૪૧૫-૪૬૮ ) :

કુમારગુપ્ત    ઈ. ૪૧૫-૪૪૦

સ્કંદગુપ્ત     ઈ. ૪૫૫-૪૬૮

ત્રેકુટક વંશ – ગુજરાત ( ઈ. ૪૧૫-૪૭૦):

ઈન્દ્રદત્ત       ઈ. ૪૧૫-૪૪૦

દહ્સેન         ઈ. ૪૪૦-૪૬૪

વ્યાઘ્રસેન      ઈ. ૩૬૫-૪૭૦

મૈત્રક વંશ – સૌરાષ્ટ્ર (ઈ. ૪૭૦-૭૮૮) :

ભટ્ટાર્ક, ધરસેન, દ્રોણસિંહ, ધ્રુવસેન પ્રથમ, ધરાપટ્ટ, ગુહસેન, શિલાદિત્ય પ્રથમ, દેરભટ્ટ, ખરગ્રહ, ધ્રુવસેન બીજા, ધરસેન, શિલાદિત્ય બીજા, ધ્રુવસેન ત્રીજા, ખરગ્રહ બીજા, શિલાદિત્ય ત્રીજા, શિલાદિત્ય ચોથા, શિલાદિત્ય પાંચમાં, શિલાદિત્ય છઠ્ઠા અને શિલાદિત્ય સાતમાં.

ચાવડા વંશ   ( ઈ. ૬૯૬-૯૪૨ ) :

જયશિખરી     ઈ. ૬૯૬

વનરાજ          ઈ. ૭૪૬-૮૦૬

યોગરાજ        ઈ. ૮૦૬-૮૪૨

ક્ષેમરાજ         ઈ. ૮૪૨-૮૬૬

ભુવડ             ઈ. ૮૬૬-૮૯૫

વૈરસિંહ          ઈ. ૮૯૫-૯૨૦

રત્નાદિત્ય       ઈ. ૯૨૦-૯૩૫

સામંતસિંહ      ઈ. ૯૩૫-૯૪૨

સોલંકી વંશ   ( ઈ. ૯૪૨-૧૨૪૨ ):

મૂળરાજ        ઈ. ૯૪૨-૯૯૭

ચામુંડ            ઈ. ૯૯૭-૧૦૧૦

વલ્લભસેન     ઈ. ૧૦૧૦-૧૦૧૦

દુર્લભસેન       ઈ. ૧૦૧૦-૧૦૨૨

ભીમદેવ પ્રથમ ઈ. ૧૦૨૨-૧૦૭૨

કરણદેવ ‌        ઈ. ૧૦૭૨-૧૦૯૪

સિદ્ધરાજ જયસિંહ ઈ. ૧૦૯૪-૧૧૪૩

કુમારપાળ        ઈ. ૧૧૪૩-૧૧૭૪

અજયપાળ      ઈ. ૧૧૭૪-૧૧૭૭

મૂળરાજ બીજા ઈ. ૧૧૭૭-૧૧૭૯

ભીમદેવ બીજા‌  ઈ. ૧૧૭૯-૧૨૪૧

ત્રિભુવનપાળ    ઈ. ૧૨૪૧-૧૨૪૨

વાઘેલા વંશ    ( ઈ. ૧૨૪૩-૧૩૦૪ ):

વિસલદેવ         ઈ. ૧૨૪૩-૧૨૬૧

અર્જુનદેવ         ઈ. ૧૨૬૧-૧૨૭૪

સારંગદેવ          ઈ. ૧૨૭૪-૧૨૯૫

કરણદેવ (કરણઘેલો) ઈ. ૧૨૯૫-૧૩૦૪

ત્યારબાદ ગુજરાતમાં ક્રમશઃ ખલજી વંશ, તઘલખ વંશ, સુલતાન વંશ, મુઘલ વંશ, મરાઠા વંશ તેમજ અંગ્રેજો નું શાસન પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે રહ્યું.

સંદર્ભ :

– ભારતનું બંધારણ

– બંસીધર શુક્લ દ્વારા સંપાદિત જ્ઞાન સંહિતા

આ આર્ટીકલ આપણા બ્લોગના વાંચકમિત્ર અને નિત નવા જ્ઞાનવર્ધક સાહિત્યના શોખ ધરાવનાર જાહ્નવી તિલાવત તરફથી લખવામાં આવ્યો છે.

%d bloggers like this: