બ્રહ્માંડમાં જીવન શું માત્ર પૃથ્વી પર જ છે? નાસાનો તાજેતરનો અભ્યાસ

દસકા પહેલા કેટલાક ખગોળશાસ્ત્રીઓએ ફિલોસોફર, વિજ્ઞાનીઓ, ધર્મ શાસ્ત્રીઓ,ખગોળવિદો, રહસ્યવાદીઓ, અને બાકીની માનવજાતના વર્ષોજૂના એક પ્રશ્ન પર સંશોધન આદર્યું હતું કે, પૃથ્વી સિવાય બ્રહ્માંડમાં અન્ય કેટલા ગ્રહો પર જીવન શક્ય છે અથવા જીવનના અવશેષો છે ?

ગયાં મહિને પ્રકાશિત થયેલ ખગોળીય જર્નલમાં અનુમાન કરવામાં આવ્યું છે કે આશરે ૩૦૦ મિલિયન જેટલા પુથ્વી સમોવડીયા ગ્રહો પર જિંદગી હોવાની સંભાવના છે, આ ડેટા ભેગો કરવામાં આપણી આકાશગંગા “દુધગંગા (Milky way)”માં આવેલ સૂર્યની સમકક્ષના ૪.૧ બિલિયન તારાઓ તથા કેપ્લર (keplar) અને ગાઇઆ (gaia) જેવા ખગોળીય દૂરબીનની મદદ લેવાઈ છે.

NASA’s Keplar Telescope

આ સંશોધનમાં મુખ્ય સાધન તરીકે કેપ્લર સ્પેસ ક્રાફ્ટ જે ખગોળીય દૂરબીનથી સજ્જ છે જેને માર્ચ 2009માં સાડાત્રણ વર્ષના મિશન તરીકે અવકાશમાં મોકલવામાં આવ્યું હતું જેને આશરે દોઢ લાખ જેટલા તારાઓનું અભ્યાસ કર્યું હતું. આ મિશન પાછળનો મુખ્ય ચહેરો ડોક્ટરો વિલિયમ બોરુકી હતા જેમણે આશરે બે દસકાઓ સુધી નાસાને આ મિશન માટે રાજી કર્યા હતા. આ અવકાશીય યાને તેના મિશન દરમિયાન આશરે ચાર હજાર જેટલા સંભવિત ગ્રહોને ચકાસ્યા હતા પરંતુ એક પણ ગ્રહ પર જીવન હોવાના પુરાવા મળ્યા ન હતા પરંતુ અહીં અભ્યાસ જીવન હોવા કરતાં જીવન હોવાની ગુંજાઇશ કે તેને માટે અનુરૂપ વાતાવરણ છે કે નહીં તે તપાસવાનું હતું. (જોકે એ પણ જાણવું જરૂરી છે કે પૃથ્વીથી પ્રકાશવર્ષ દૂર આ ગ્રહો પર જીવન હોવાના પુરાવા શોધવા ઘાસમાંથી સોઈ શોધવા જેવું છે) 2018માં કેપ્લર મિશનની પૂર્ણાહુતિ બાદ બે વર્ષ સુધી તેના ડેટાનો અભ્યાસ કરવામાં આવ્યો હતો જેને તાજેતરમાં ખગોળીય જર્નલમાં લેખ થકી પ્રકાશિત કરવામાં આવ્યું હતું.

European Gaia Telescope

કેપ્લર મિશનનું મુખ્ય હેતું આકાશ ગંગામાં સૂર્ય જેવા તારાઓની આસપાસ પૃથ્વી સમોવડીયા ગ્રહોની ગણતરી કરવાનો હતો. આ મિશનના ડેટા પરથી જાણવા મળેલ કે આશરે ત્રીજા ભાગના અથવા કહો તો ૯૦ ટકા કરતાં વધારે ગ્રહો પર પૃથ્વી માફક ખડકો જે સંભવિત જીવનની માટે યોગ્ય સ્થિતિ સૂચવતા હતા. જે એટલા સયોગ્ય ગરમ એટલા હતા કે પાણીને પ્રવાહી સ્વરૂપમાં રાખવા સક્ષમ હતા.

નાસાના કહેવા મુજબ દૂધ ગંગામાં આવેલ આશરે 100 billion જેટલા તારાઓમાંથી 4 billion તારાઓ સૂર્યથી મળતા આવતા છે તેમાંથી જો આશરે ૭ ટકા જેટલા ગ્રહો પણ જીવન ટકાવી રાખવા સક્ષમ હોય તો તેનો આંકડો 300 મિલિયનની આસપાસ થઈ રહે છે.

A young man on a road watching the Milky Way and lighting the road with a flash. Taken in A Veiga, Orense.

જીવન હોવાના સંકેતો એ અભ્યાસ પરથી પુરવાર થાય છે કે તે ગ્રહ પર પાણી અને પ્રવાહી સ્વરૂપ પર રાખવા માટે પૂરતું તાપમાન બની રહે છે કે નહીં. પરંપરાગત રીતે મોટાભાગનું વિશ્લેષણ આપણી સૂર્યમંડળ બહારના ગ્રહોનું તેના વાલી તારા (Parent Star)થી કેટલું અંતર છે તેના પર નિર્ભર કરે છે.

જોડે જોડે સંશોધકોની ટીમ ગ્રહની સપાટી પર પર પડતા પ્રકાશની પ્રબળતા અને તેને કારણે પ્રસ્થાપિત થતાં તાપમાનથી તે ગ્રહ પર જીવન હોવાની સંભાવના છે કે નથી તેનો અભ્યાસ કરે છે. જેને “instellation flux” તરીકે ઓળખવામાં આવે છે. આવા સંભવિત ગ્રહો આશરે ૨૦-૩૦ પ્રકાશવર્ષની દૂરી પર રહેલા હોવાની ખગોળશાસ્ત્રીઓએ અનુમાન કરેલ છે. અભ્યાસ પૂર્ણ કરવા માટે મિશન લોન્ચ (૨૦૦૯) કર્યા બાદ આશરે ૧૧ વર્ષ જેટલો સમયગાળો લાગ્યો છે. યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયાના ખગોળશાસ્ત્રી નેટલી બટલ્હા મુજબ જે પોતે આ અભ્યાસના એક લેખક પણ છે, “જેની આપણે આતુરતાથી રાહ જોતા હતા ખગોળિય વિજ્ઞાનનું તે આ પરિણામ છે” ૨૦૧૩ની આ જ કેપ્લર મિશનની એક અભ્યાસથી વિપરીત જાણવા મળેલ કે આશરે પાંચમા ભાગના સૂર્ય જેવા તારા ઉપર જીવન સંભવ છે. ડો.નેટલી બટલ્હા મુજબ આ નવા સંશોધનમાં એક ખૂબી એ છે કે તેમાં યુરોપિયન અવકાશી દૂરબીન ગાઇઆ (gaia)ના ડેટાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં આશરે 1 બિલિયન જેટલા તારાઓની અવકાશી સ્થાન અને તેની પ્રકાશતાનો અભ્યાસ થયેલ છે.

આ અભ્યાસ પરથી ખગોળવિદોને વધારે સક્ષમ અવકાશી દૂરબીન બનાવવામાં અને તેના થકી અભ્યાસ કરવામાં મદદ મળી રહેશે.

Ravi Kumar Kopparapu

એક ભારતીય તરીકે આપણી ગૌરવ લેવા જેવી બાબત એ છે કે આ અભ્યાસ તારવવામાં અને આ લેખને પ્રકાશિત કરવામાં આપણા એક ભારતીય મૂળના ખગોળવિદ રવિ કુમાર કોપ્પારપુ, સંશોધક – ગોડાર્ડ સ્પેસ ફ્લાઇટ સેન્ટર, નો પણ સમાવેશ થાય છે.

ardent_geroy
Wikipedia Editor | Curse of knowledge | History/Science/Current Issue Commentator | Freethinker | *Scorpian*| 𝙅𝙖𝙘𝙠 𝙤𝙛 𝘼𝙡𝙡 𝙩𝙧𝙖𝙙𝙚𝙨 𝙢𝙖𝙨𝙩𝙚𝙧𝙨' 𝙤𝙛 𝙣𝙤𝙣𝙚.