ડભોઈનો કિલ્લો : એક ભુલાતી વિરાસત

ચાલુક્ય/સોલંકી રાજા સિદ્ધરાજ જયસિંહ એ ૧૧-૧૨ સદીમાં ડભોઇ જે એ વખતે દુર્ભવતી/દર્ભાવતી/દર્ભિકાગ્રામ/દર્ભવતીપુરથી ઓળખાતી, ની ફરતે કિલ્લેબંધી કરી હતી. દુભાવે નામના બાંધકામ કરનાર મુખ્ય કારીગરના નામથી આ નગરનું નામ પડી આવ્યુ છે.

ફાર્બસ અને દલપતરામ રચિત રસમાલા મુજબ, ડભોઇના કિલ્લાને ચાર ગેટ/પ્રવેશ દ્વાર છે: બરોડા ગેટ, ચાણોદ/નાંદોદ ગેટ, ચાંપાનેર ગેટ, અને મુખ્ય આકર્ષણ એવો હીરા ભાગોળનો હીરા/daimond ગેટ એમાંથી દરેક પ્રવેશદ્વાર એ નામનાં શહેર તરફ ખૂલતો અને હીરા ગેટ એ કાલિકા માતા ના મંદીર તરફ ખૂલતો.

Diamond Gate of Dabhoi Palace

હીરા ગેટ સાથે એવી લોકવાયકા પણ છે કે,આ ગેટના નિર્માણ બાદ રાજા આ સ્થાપત્યથી ઉપરી કોઈ બીજું નિર્માણ ના થાય એ હેતુંથી કારીગરોને જીવતાં ચણી નાખવાનો હુકમ કર્યો હતો પરંતું પાછળથી કારીગરોની પત્નીઓની બુદ્ધિની કરામતે દરેકના જીવ બચાવ્યા હતાં આ ગેટના શિલ્પકાર હરિધર પરથી હિરા ગેટ નામ પડ્યું.

હાથીઓને અહીં વિશેષ રીતે કંડારવામાં આવ્યાં છે. જે રીતે અહીં સ્થાપત્યો માં અને ઘણા વિદેશી પ્રવાસીઓ દ્વારા ગાયકવાડ સમય માં હાથીઓ ની લડાઈ ખેલ તરીકે સાહિત્ય માં લખવામાં આવી છે એ જોતા અહીં હાથી વચ્ચે લડાઈ ચલણમાં હશે એ માની શકાય છે.

Elephant Fight in Gaikwad Rule

આ કિલ્લાની બનાવટ જોતાં, નાંદોદ પ્રવેશ દ્વાર ( ડાબે) અને ઝીંઝુવાડા કિલ્લા નો પ્રવેશદ્વાર ( જમણે) માં ખુબ જ સામ્યતા જોવા મળે છે તેથી જ સિદ્ધરાજ જયસિંહના શાસનકાળમાં આ બંને સ્થાપત્યો તથા સિદ્ધપુર ના રુદ્ર મહાલય એક જ સમયગાળા માં બન્યા હોઈ તેમ માની શકાય છે.

nandodi gate (left) Gate of jhinjhuwada fort, Surendranagar (GUJ)

ગુજરાતનાં આવા બીજા કેટલાય વિસરાય ગયેલા અને કિલ્લા અને સ્થાપત્યો વિશે આપણે હજી પણ અજાણ છીએ.

ardent_geroy
Wikipedia Editor | Curse of knowledge | History/Science/Current Issue Commentator | Freethinker | *Scorpian*| 𝙅𝙖𝙘𝙠 𝙤𝙛 𝘼𝙡𝙡 𝙩𝙧𝙖𝙙𝙚𝙨 𝙢𝙖𝙨𝙩𝙚𝙧𝙨' 𝙤𝙛 𝙣𝙤𝙣𝙚.
%d bloggers like this: