પાંડવોના ધ્વજ

આજે દરેક દેશનાં, રાજ્યનાં, સંસ્થાનાં કે વ્યક્તિ વિશેષનાં ધ્વજ જોવા મળતા હોઈ છે. પરંતું મહાભારત સમયના અર્જુનનાં ધ્વજમાં હનુમાન/કપિની પ્રતિકૃતિ હતી એ સિવાય બાકીના પાંડવ બંધુઓનાં ઘ્વજ વિશે જવલ્લે જ માહીતી હશે તો ચાલો આજે દરેક પાંડવ ભાઈ ઓનાં ધ્વજ વિશે જાણીએ.

અર્જુન : અર્જુન નાં ધ્વજ નું નામ કપિ ધ્વજ હતુ. ધ્વજમાં હનુમાન/કપિ ના મુખ અને લાંબી પૂંછની નિશાની એ સામે દુશ્મનોનાં ખેમામાં આતંક મચાવવા માટે સાંકેતિક હતી.

ભીમ : ભીમનાં ધ્વજનું નામ સિંહધ્વજા હતુ. તેમાં ખાસ આંખો હિરાઝવેરાત થી સુશોભિત હતી. એવું પણ માનવામાં આવે છે કે હરપ્પા સંસ્કૃતિ માં ઉલ્લેખ છે એ lapis lazuli નામનાં ખાસ કિંમતી પથ્થર થી આંખો ને શણગારવામાં આવી હતી.

lapis lazuli

યુધિષ્ઠિર: યુધિષ્ઠિર નાં ધ્વજ માં આસપાસના ગ્રહો સાથેનો સુવર્ણ તેજસ્વી ચંદ્ર ચિત્રિત હતાં. વેદિક કાળ નાં કુરુ વંશ (ચંદ્રવંશી) નાં સૌથી મોટાં પુત્ર હોવાને કારણે ચંદ્રનું નિશાન બાકીના પાંડવ ભાઈઓ કરતા તેમણે ધારણ કર્યું હતું.

નકુલ : તેમનાં ધ્વજનું નામ સર્ભધ્વજા હતું. જેમાં સોનેરી પીઠ સાથે લાલ હરણ દોરેલ હતું, જે તેમની સુંદરતા માટે જાણીતા સાથે સાથે નકુલના ખૂબસૂરત રૂપને પણ રજૂ કરે છે.

સહદેવ : તેમનાં ધ્વજમાં રજત હંસ સાથે ઘંટ અને અંતમાં ફુંદર્ડીઓ દોરેલ હતી. અહીં હંસ તેમની પ્રખર બુદ્ધિ રજૂ કરે છે.

ardent_geroy
Wikipedia Editor | Curse of knowledge | History/Science/Current Issue Commentator | Freethinker | *Scorpian*| 𝙅𝙖𝙘𝙠 𝙤𝙛 𝘼𝙡𝙡 𝙩𝙧𝙖𝙙𝙚𝙨 𝙢𝙖𝙨𝙩𝙚𝙧𝙨' 𝙤𝙛 𝙣𝙤𝙣𝙚.