વિશ્વના સૌથી પ્રખ્યાત સાપેક્ષવાદના સિદ્ધાંતના નિર્માતા, નોબેલ પુરસ્કાર વિજેતા અને વિશ્વ પ્રસિદ્ધ ભૌતિકશાસ્ત્રી, આલ્બર્ટ આઈન્સ્ટાઈનનું વ્યક્તિત્વ ખૂબ જ પ્રભાવશાળી હતું પરંતુ આ બધા બહુમાન સિવાય એક નોંધપાત્ર અને શક્તિશાળી શીર્ષક પણ હતું જેને તેમણે નકાર્યું હતું, જે હતું ઇઝરાયેલના રાષ્ટ્રપતિ પદ ની ગાદી.

ઇજિપ્ત, સીરિયા અને અરેબિયાના જંકશન પર સ્થિત અને યહુદી અને ખ્રિસ્તી ધર્મનો જન્મ સ્થળ તરીકે વધારે પ્રસિદ્ધ ઇઝરાયેલ ૧૯૪૮માં પેલેસ્ટાઇનથી આઝાદ થયા બાદ તેના પ્રથમ રાષ્ટ્રપતિ ચેમ વિઝમેને ( જે પોતે એક વૈજ્ઞાનિક હતાં અને ઈઝરાયેલ ની બહાર બેલારુસ માં જન્મ્યા હતાં) કહ્યું હતું કે આઈન્સ્ટાઈન એ એક “જીવંત મહાન યહૂદી” છે તેથી ૯ નવેમ્બર ૧૯૫૨ના રોજ વિઝમેન ના અવસાન પછી તેમના અનુગામી તરીકે સૌથી વધુ આલ્બર્ટ આઈન્સ્ટાઈન માટે લોકો એકમત થયા હતા. ઇઝરાયેલના અમેરિકા સ્થિત દૂતાવાસે ૧૭ નવેમ્બરના રોજ આઈન્સ્ટાઈનને એક પત્ર મોકલ્યો હતો જેમાં તેમને સત્તાવાર રીતે રાષ્ટ્રપતિ પદની ઓફર કરી હતી. તથા સાથે પત્રમાં એ પણ લખ્યું હતું કે, આઈન્સ્ટાઈનને ઇઝરાયેલ સ્થાયી થવું પડશે પરંતુ આના લીધે તેમના સંશોધન કાર્યમાં કોઇ વિક્ષેપ આવશે નહીં અને ઇઝરાયેલ સરકાર તેમના સંશોધન કાર્ય ને લગતા દરેક ખર્ચ ઉઠાવશે અને બધી જાતની મદદ કરવા તત્પર રહેશે.

આઇન્સ્ટાઇનની ૭૩ વર્ષની વયોવૃદ્ધ ઉંમર પણ તેમના એક લોકપ્રિય રાષ્ટ્રપતિ તરીકેની પસંદગીનું કારણ હતી આ સિવાય જર્મનીમાં જન્મેલા પ્રોફેસર તરીકે તેમણે હિટલરના સત્તામાં જ્યારે વધારો થયો ત્યારે અમેરિકામાં આશરો લીધો હતો અને યહૂદીઓ માટે જુલમ મુક્ત વાતાવરણ ની સ્થાપના માટેના તે લાંબા સમયથી વકીલ હતા. ૧૯૨૯માં માન્ચેસ્ટર ગાર્ડિયન નામના સમાચાર પત્રના એક અંકમાં આઇન્સ્ટાઇને કહ્યું હતું કે, “યહૂદી લોકો નું એક અલગ ઘર બનાવવું તે યહૂદી વેદના કરતાં પણ એક ઊંડા હેતુ તરીકે ઉભરી આવે છે, જે એક યહૂદી આધ્યાત્મિક પરંપરાના મૂળ માં છે જેની જાળવણી અને વિકાસ યહૂદી સમુદાયના સતત અસ્તિત્વ નો એક આધાર સ્તંભ છે.” વધુમાં જેરુસલેમ ની યુનિવર્સિટીની સ્થાપના માં આઇન્સ્ટાઇનના નેતૃત્વ એ સૂચવ્યું કે તે કદાચ રાષ્ટ્રપતી પદ ના ઇચ્છુક ઉમેદવાર પણ હોઈ શકે છે અને સમર્થકોનું માનવું હતું કે તેમની ગણિત ની કુશળતા આ વિકાસ તરફ જતા રાજ્ય માટે ઉપયોગી થઇ શકે છે.

જોકે આઈન્સ્ટાઈને આ ઓફર નામંજૂર કરી અને ભારપૂર્વક કહ્યું કે તે આ પદ માટે લાયક નથી. અને તેમણે વૃદ્ધાવસ્થા, બિન અનુભવીતા અને અપૂરતી કુશળતા જેવા કારણો ટાંકીને તે સારી પસંદગી તરીકે પુરવાર નહીં થાય તેમ જણાવ્યું હતું( તમે કલ્પના તો કરો કે અનુભવના અભાવે વૃદ્ધાવસ્થા અને લોકો સાથે યોગ્ય રીતે વ્યવહાર કરવામાં અસમર્થતા ના આધારે કોઈએ રાષ્ટ્રપતિપદ ને નકાર્યું હોય)
રાષ્ટ્રપતિ પદની ઓફર અસ્વીકાર કરતી વખતે તેમણે જણાવ્યું હતું કે, “આખી જિંદગી મેં ઉદ્દેશ્ય પુર્ણ બાબતો સાથે વિતાવી છે તેથી મારી પાસે કુદરતી યોગ્યતા અને લોકો સાથે યોગ્ય રીતે વ્યવહાર કરવા,સંવાદ કરવા તથા સત્તાવાર કાર્યો કરવા માટે અનુભવ ત્રણેનો અભાવ છે.”
Special Thanks to Annie Garau for curating such amazing article
- વલભીનો નાશ - January 31, 2021
- બ્રહ્માંડમાં જીવન શું માત્ર પૃથ્વી પર જ છે? નાસાનો તાજેતરનો અભ્યાસ - December 13, 2020
- ડભોઈનો કિલ્લો : એક ભુલાતી વિરાસત - November 30, 2020
Leave a Review