ગામડાના દેશી સીતાફળ ખાવાની મજા જ કઈક અલગ છે.
સીતાફળ એક એવું ફળ છે જે શિયાળાની સિઝનમાં બજારોમાં મળે છે. સીતાફળ ને અંગ્રેજીમાં કસ્ટર્ડ એપલ કહે છે અને હિન્દીમાં શરીફા નામથી પણ ઓળખવામાં આવે છે. સીતાફળ એ અસંખ્ય ઔષધિઓમાં સામેલ છે આ ફળ પાકેલું હોય ત્યારે બહારથી કડક અને અંદરથી નરમ અને ખુબ મીઠું હોય છે. તેનું અંદરનું ક્રીમ સફેદ રંગનું અને મલાઈદાર હોય છે. તેના બીજ કાળા રંગના હોય છે.

બજારમાં આજકાલ સીતાફળ ની બાસુંદી શેક અને આઈસ્ક્રીમ પણ મળે છે. તે આપણા આરોગ્ય માટે ખુબ સારો છે. તેમાં વિટામીન હોય છે તે ઉપરાંત તેમાં નીયાસીન વિટામીન ‘એ’ રાઈબો ફ્લેવીન થીયામીન તે તત્વ હોય છે તેના ઉપયોગથી આપણને આયર્ન, કેલ્શિયમ, મેગેનીઝ, મેગ્નેશિયમ, પોટેશિયમ અને ફોસ્ફરસ મળે છે. ખાસ વાત તો એ છે કે સીતાફળમાં આયર્ન વધુ પ્રમાણમાં હોય છે. તેમાં રહેલા પોટેશિયમ અને મેગ્નેશિયમ હ્રદય માટે ખુબ સારું હોય છે મેગ્નેશિયમ શરીરમાં પાણીની ઉણપ નથી થવા દેતું તેમાં ફાઈબરની વધુ માત્રાથી બ્લડ પ્રેશર ઠીક રહે છે. તેમાં કોલેસ્ટ્રોલ પણ ઓછા હોય છે. તેથી વિટામીન અને આયર્ન લોહીની ઉણપને ઓછી કરીને હિમોગ્લોબીન વધારે છે.

જો તમને કબજીયાતની તકલીફ છે તો સીતાફળથી દુર થઇ શકે છે. સીતાફળમાં જરૂરી પ્રમાણમાં કોપર તથા ફાઈબર હોવાથી જે મળને નરમ કરીને કબજીયાતની તકલીફને મટાડી શકે છે. તેના ઉપયોગથી પાચનતંત્ર પણ મજબુત થાય છે
ગર્ભવતી મહિલા માટે સીતાફળ ખાવું લાભદાયક હોય છે તેનાથી નબળાઈ દુર થાય છે, ઉલટી કે જીવ ગભરાવવાનું ઠીક થાય છે. સવારના થાકમાં રાહત મળે છે, શિશુના જન્મ પછી સીતાફળ ખાવાથી બ્રેસ્ટ મિલ્કમાં વધારો થાય છે. જો તમે નબળા હો કે તમારે વજન વધારવું હોય તો સીતાફળનો ખુબ ઉપયોગ કરવો જોઈએ. તેમાં કુદરતી સાકર સારા પ્રમાણમાં હોય છે. જે કોઈપણ જાતના નુકશાન વગર વજન વધારીને આકર્ષિત વ્યક્તિત્વ આપી શકે છે. તેના નિયમિત સેવનથી ચોંટી ગયેલા ગાલ અને કુલા તંદુરસ્ત થઈને યોગ્ય આકારમાં આવી જાય છે અને વ્યક્તિત્વમાં નીખાર આવે છે.
સીતાફળ ના ઝાડની છાલમાં મળી આવતા ટેનિનના લીધે દાંત અને પેઢાને લાભ મળે છે. સીતાફળ દાંત અને પેઢા માટે ફાયદાકારક હોય છે. તેમાં મળી આવતા કેલ્શિયમ દાંતને મજબુત બનાવે છે. તેની છાલને ઝીણી વાટીને મંજન કરીને પેઢા અને દાંત ના દુખાવામાં લાભ થાય છે. તે મોઢાની દુર્ગંધ પણ મટાડે છે.

સીતાફળના મળી આવતા વિટામીન ‘એ’ વિઅમીન ‘સી’ તથા રાઈબોફ્લેવીન ના લીધે આંખો માટે ફાયદાકારક હોય છે. તે આંખોની શક્તિને વધારે છે તથા આંખોના રોગોથી પણ બચાવે છે. જે લોકોનું કામ વધુ લેપટોપ ઉપર કરવાનું હોય તેમના માટે આ ફળનું નિયમિત સેવન કરવું ખુબ જ સારું લાભદાયક રહે છે.
તે માનસિક શાંતિ આપે છે તથા ડીપ્રેશન તનાવ વગેરે ને દુર કરે છે. કાચા સીતાફળ ની ક્રીમ ખાવાથી દસ્ત અને પેચીશ માં આરામ મળે છે. કાચા ક્રીમને સુકવીને પણ રાખી શકાય છે. જરૂર પડે ત્યારે પલાળીને ખાવાથી દસ્ત મટાડવામાં ઉપયોગી થાય છે.

સીતાફળ ખુબ જ ઠંડાં છે અને વધુ પડતાં ખાવામાં આવે તો શરદી કરે છે. તેના આ ગુણને લીધે જ એનું નામ શીતફળ પડ્યું હશે. પાછળથી સીતાફળ બની ગયું હશે. એ અતી ઠંડુ, વૃષ્ય, વાતલ, પીત્તશામક, કફ કરનાર, તૃષાશામક અને ઉલટી બંધ કરનાર ઉપરાંત મધુર, પૌષ્ટીક, માંસવૃદ્ધી અને રક્તવૃદ્ધી કરનાર, બળ વધારનાર અને હૃદયને હીતકર છે.
આ આર્ટીકલ આપણા બ્લોગના વાંચકમિત્ર અને નિત નવા જ્ઞાનવર્ધક સાહિત્યના શોખ ધરવતા ટ્વીટર મિત્ર મુકેશ ચૌધરી (Email- [email protected]) તરફથી મોકલવામાં આવ્યો છે.
- વલભીનો નાશ - January 31, 2021
- બ્રહ્માંડમાં જીવન શું માત્ર પૃથ્વી પર જ છે? નાસાનો તાજેતરનો અભ્યાસ - December 13, 2020
- ડભોઈનો કિલ્લો : એક ભુલાતી વિરાસત - November 30, 2020
Leave a Review