પુસ્તક કે ઓડિયોબુક : Book vs. Audiobook

એવા લોકો કે જેમને વાંચનનો શોખ છે, તેમના માટે શાંતિથી ધ્યાન કેન્દ્રિત કરી વાંચવાની તક શોધવી એ ઘણીવાર એક પડકાર બને છે. આજે ઘણા વાંચકો જૂના જમાનાના વાંચનના અનુકૂળ વિકલ્પ તરીકે ઓડિયોબુક તરફ પણ વળ્યા છે, આ એક એવો વિકલ્પ છે જેના થકી ઘરમાં હરતા ફરતા, સફાઈ કરતી વખતે, ગાડી ચલાવતી વખતે તમે નવીનતમ બેસ્ટસેલર બુકને સાંભળી શકો છો.પણ શું કોઈ પુસ્તક સાંભળવું એ ખરેખર વાંચવા જેવું જ છે?

Traditional Reading

જેમકે તમે કોઈ કથા વાંચતા હોવ તો તેમાં, ઘટનાઓનો ક્રમ મહત્વપૂર્ણ છે, અને તમે કોઈ પુસ્તકમાં કયા પેજ પર છો તે જાણવાથી તમને તે કથાને સમજવામાં મદદ થઈ શકે છે. જ્યારે ઓડિયો બુક માં તમે કેટલું પુસ્તક બાકી રહ્યું છે, કેટલા ટકા વાંચવાનું બાકી છે અથવા કેટલો સમય બાકી છે તેવા પોઇન્ટ દર્શાવીને પરંપરાગત પુસ્તક વાંચવાની વાર્તા લક્ષી અસર ને ખત્મ કરે છે.

જો તમે કોઈ છાપેલ પુસ્તક વાંચી રહ્યા હોવ, તો પાછા જઈને અને તમે જે પોઇન્ટ થી ભટક્યા હોવ તે શોધવું ખૂબ સરળ છે પરંતુ જો તમે રેકોર્ડિંગ સાંભળી રહ્યા હોવ તો તે એટલું સરળ નથી. ખાસ કરીને જો તમે કોઈ જટિલ માહિતી વાંચી રહ્યાં છો, તો સામગ્રીને ઝડપથી પાછી ખેંચવાની અને ફરીથી તપાસ કરવાની ક્ષમતા સમજવામાં સહાય કરી શકે છે, આ જ વસ્તુ સાંભળતી વખતે વારેવારે કરવું સરળ નથી.પુસ્તક નું પૃષ્ઠ/પન્નું ફેરવવું મગજ ને ક્ષણિક આરામ પણ આપે છે. આ સંક્ષિપ્ત બ્રેક દરમ્યાન તમે તમારા મગજ માટે વધુ માહિતી ને સંગ્રહિત કરી શકો છો તે માહિતીને સંગ્રહિત કરવા જગ્યા બનાવવા મા પણ મદદરૂપ થાય છે.જ્યારે ઓડિયોમાં આ વસ્તુ અવિરત ચાલતું હોવાથી આરામનો કોઈ અવકાશ રહેતો નથી.ઓડિયોબુકમાં કેટલાક “માળખાકીય અવરોધ” પણ છે જે સામગ્રી થી શ્રોતા ને શીખવામાં અવરોધ લાવે છે. જેમકે, પુસ્તક ની જેમ તમે કોઈ ખાસ માહિતી રેખાંકિત કે હાયલાઈટ  કરી શકતા નથી. અને પાઠ્યપુસ્તક માં અમુક માહિતિ માટે દર્શાવવામાં આવતા “Most Important” અથવા જટિલ શબ્દો કે માહિતી ને બોલ્ડ અક્ષરો થી લખેલ હોય તેને ઓડિયોબુક જેવા માધ્યમો માં ભાર મૂકવામાં આવતો નથી.

પરંતુ ઓડિઓબુકમાં પણ તેના આગવા ગુણ છે. મનુષ્ય હજારો વર્ષોથી મૌખિક રીતે માહિતી નો પ્રસાર કરી રહ્યો છે.

જ્યારે આપણે વાંચીએ છીએ, ત્યારે આપણે મગજના એવા ભાગોનો પણ ઉપયોગ કરીએ છે જે અન્ય હેતુઓ માટે વિકસિત થયા છે. બીજી તરફ, શ્રોતાઓ વક્તાના વલણ, મોહ અથવા પ્રવેગથી ઘણી માહિતી મેળવી શકે છે. જેમકે કટાક્ષ ને વાંચન કરતાં સાંભળવા થી વધારે સારી રીતે સમજી શકાય છે કારણકે સાંભળતી વખતે વક્તા ના અવાજ પરથી તેનો ભાવ પણ કડી શકાય છે. દા. ત. જે લોકો શેક્સપિયરને વાંચવા કરતાં અભિનેતાની ડાયલોગ ડિલીવરીથી સાંભળે છે તેના થકી ઘણું વધુ સારી રીતે સમજી શકે છે.

જો કે, અંતિમ પરિબળ વાંચનની તરફેણમાં નિશ્ચિતપણે સમજણ  માટે પુરવાર થઈ શકે પરંતુ તેને એક મુદ્દા માં માત્ત મળી શકે છે, અને તે મલ્ટિટાસ્કિંગનો મુદ્દો છે. જો તમે નવરાશ માટે વાંચતા અથવા સાંભળી રહ્યાં છો ના કે કામ અથવા અભ્યાસ માટે તો ઓડિયોબુક્સ અને છાપેલા પુસ્તકોના વાંચવા વચ્ચેનો તફાવત કદાચ “નાના ધાગા” સામાન છે.

Special Thanks to Markham Heid for curating such amazing article.

ardent_geroy
Wikipedia Editor | Curse of knowledge | History/Science/Current Issue Commentator | Freethinker | *Scorpian*| 𝙅𝙖𝙘𝙠 𝙤𝙛 𝘼𝙡𝙡 𝙩𝙧𝙖𝙙𝙚𝙨 𝙢𝙖𝙨𝙩𝙚𝙧𝙨' 𝙤𝙛 𝙣𝙤𝙣𝙚.