કાકરાપાર એટોમિક પાવર પ્રોજેક્ટના ત્રીજા યુનિટનું સફળ પરીક્ષણ

તાજેતરમાં ગુજરાતના વ્યારા ખાતે આવેલા કાકરાપાર એટોમિક પાવર પ્રોજેકટે(KAPP) એક નવો કીર્તિમાન સ્થાપિત કર્યો – KAPPના ત્રીજા યુનિટે બાંધકામ બાદ પ્રથમ વાર નિયંત્રિત રીતે સફળ પરમાણુ વિભાજન થકી ઊર્જા ઉત્પાદન નું પરીક્ષણ કર્યું. આ નવું યુનિટ ૭૦૦ MWe ની ક્ષમતા સાથે સૌથી મોટું ભારતીય બનાવટનું Pressurized Heavy Water Reactor (PHWR) બન્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ સિદ્ધિ બદલ ભારતના પરમાણુ વૈજ્ઞાનિકોને અભિનંદન આપ્યા તથા સ્વનિર્ભરની દિશા તરફ આ કીર્તિને મેક ઈન ઈન્ડિયાના એક ઝળહળતા દાખલા સમાન તથા આવી ઘણી ભાવિ સિદ્ધિઓ માટે એક મિશાલ તરીકે ગણાવી.

આ પહેલા કાકરાપારમાં ૨ યુનિટો જેમાં પ્રત્યેક યુનિટ ૨૨૦ MWe ક્ષમતાના હતા તે કેનેડિયન ટેકનોલોજી આધારિત હતા ત્યાર બાદ તાજેતરમાં પરીક્ષણ થયેલ ત્રીજુ યુનિટ સંપૂર્ણપણે સ્વદેશી ટેકનોલોજી આધારિત બન્યું છે. કાકરાપાર નું પ્રથમ યુનિટ ૧૯૯૩માં અને બીજું યુનિટ 1995માં શરૂ થયું હતું.

સ્વદેશી બનાવટના આ રિએક્ટરમાં ઓછી કિરણોત્સર્ગી પ્રતિક્રિયા હોવાને કારણે સલામત પણ વધારે છે. દા.ત. ૨૦૧૧માં જાપાનના ફુકુશિમા પરમાણુ ઘટના.

Pressurized heavy-water reactor (PHWR) is a nuclear reactor

  • આ રિએક્ટર અનહરીકૃત કુદરતી યુરેનિયમને તેના બળતણ તરીકે ઉપયોગમાં લે છે
  • આ તેના શીતક અને ન્યુટ્રોન મધ્યસ્થી તરીકે ભારે પાણી (ડ્યુટેરિયમ ઓકસાઈડ – D2O) નો ઉપયોગ કરે છે.
ડ્યુટેરિયમ માં હાયડ્રોજનના કેન્દ્રમાં ૧ વધનો ન્યુટ્રોન હોઈ છે
  • ભારે પાણી (D2O) સામાન્ય પાણી(H2O) કરતા નોંધપાત્ર રીતે વધુ ખર્ચાળ હોય છે, પરંતુ તે મોટા પ્રમાણમાં ઉન્નત ન્યુટ્રોન અર્થતંત્ર બનાવે છે, જેનાથી રિએક્ટરને વૈકલ્પિક બળતણ ચક્ર થકી બળતણ-સંવર્ધન સુવિધાઓ (ભારે પાણીના વધારાના ખર્ચને સરભર કરીને) ચલાવવાની મંજૂરી મળે છે જેનાથી રિએક્ટરનો ઉપયોગ કરવાની ક્ષમતામાં વધારો થાય છે.
  • મધ્યસ્થ તરીકે ભારે પાણીનો ઉપયોગ એ Pressurized Heavy Water Reactor (PHWR) સિસ્ટમની ખાસિયત છે, જે કુદરતી મિશ્રિત અવસ્થાના યુરેનિયમને પણ બળતણ (સિરામિક UO2 ના રૂપમાં) તરીકે સક્રિય કરે છે, જેનો અર્થ છે કે તે ખર્ચાળ શુદ્ધ યુરેનિયમ વિના પણ ચલાવી શકાય છે.
આગામી સમયમાં ભારતમાં બનનારા એટોમિક પાવરપ્લાન્ટ

જોકે નવા બનનાર રિએક્ટરોમાં કાકરાપાર ખાતે નવીન પરીક્ષિત પ્લાન્ટ એકમાત્ર નથી આવનારા સમયમાં ભારતમાં બીજા પણ અનેક એટોમિક પાવરપ્લાન્ટ બનનારા છે અને પારંપરિક કોલસા કે અન્ય બળતણથી ઉત્પાદિત ઉર્જા કરતા શુદ્ધ ઉર્જા નિર્માણની દિશામાં જરૂરથી આ એક હરણફાળ ગણાવી શકાય. કારણકે આ પાવરપ્લાન્ટના બાંધકામ અને કાર્યપદ્ધતિની ટેકનોલોજી માટે પહેલાની જેમ હવે આપણે અન્ય દેશ પર નિર્ભર રહેવું નહિ પડે. હવે આપણે જાતે સ્વાવલંબી બની રહ્યા છે તો આપણા અણુવૈજ્ઞાનિકોને ખરેખર આ સિદ્ધિ માટે બિરદાવવા જોઈએ.

ardent_geroy
Wikipedia Editor | Curse of knowledge | History/Science/Current Issue Commentator | Freethinker | *Scorpian*| 𝙅𝙖𝙘𝙠 𝙤𝙛 𝘼𝙡𝙡 𝙩𝙧𝙖𝙙𝙚𝙨 𝙢𝙖𝙨𝙩𝙚𝙧𝙨' 𝙤𝙛 𝙣𝙤𝙣𝙚.