નિઓવાઈસ (NEOWISE)નું આગમન : જીવનકાળના અનુભવમાં એકવાર બનતી અવકાશી ઘટના

આપણા સૂર્યમંડળના બાહ્યાવકાશમાંથી વૈજ્ઞાનિકો,ખગોળશાસ્ત્રીઓ અને અવકાશ ઉત્સાહીઓ માટે અજાયબી સમાન એક નવા મુલાકાતી નું આગમન થઈ રહ્યું છે. સૂર્ય ફરતેની સફર પૂર્ણ કરીને તે પૃથ્વીની નજીકથી દુર્લભ દર્શન સમાન પાછો ફરી રહ્યો છે. આપણા જીવન કાળમાં ક્યારેક જ બનતી અવકાશી ઘટના સમાન હાલમાં પૃથ્વીની બાહરી કક્ષાની નજીકથી સૌરમંડળથી બહાર તરફ પ્રયાણ કરી રહ્યો છે.

Comet Neowise soars in the horizon of the early morning sky seen from near the grand view lookout at the Colorado National Monument west of Grand Junction, Colo., Thursday, July 9, 2020. The newly discovered comet is streaking past Earth, providing a celestial nighttime show after buzzing the sun and expanding its tail. (Conrad Earnest via AP)

ધૂમકેતુએ અવકાશમાં રહેલા બર્ફીલા પદાર્થો છે જે ગેસ અથવા ધૂળને મુક્ત કરે છે. તે કાર્બન ડાયોક્સાઇડ, એમોનિયા, મિથેન વગેરેના બનેલા હોય છે ખગોળશાસ્ત્રીઓનું માનવું છે કે ધૂમકેતુ આશરે સાડા ચાર અબજ વર્ષ પહેલા સૂર્ય મંડળની રચના વખતે બાકી રહેલા પદાર્થોમાંથી બન્યા હશે. સમયાંતરે તે સુર્યની પરિક્રમા કરતા હોઈ છે અને સુર્યની નજીક આવતા સુર્યની ગરમીને કારણે પાછળ પૂછડી સમું ગેસના વાદળની રચના કરતા હોઈ છે.

ધૂમકેતુ

આ ધૂમકેતુને નાસાના ટેલિસ્કોપ NEOWISE (Near Earth Object Wide-field Infrared Survey Explorer) એ સૌપ્રથમ નોધ્યું હોવાને કારણે “Neowise” તરીકે પણ ઓળખવામાં આવે છે પરંતુ સત્તાવાર રીતે તેને “C/2020 F3” તરીકે લેબલ આપવામાં આવ્યું છે.

NASA’s NEOWISE telescope

આ ધૂમકેતુ પર કરવામાં આવેલા નિરીક્ષણો વિશે બોલતા નાસાની જેટ પ્રોપલ્શન લેબોરેટરીના અધિકારી જોસેફ માસિરોએ કહ્યું કે, “ધૂમકેતુની દૃશ્યમાન પ્રકાશ છબીઓ સાથે ઇન્ફ્રારેડ ડેટાને જોડીને આપણે કહી શકીએ કે ધૂમકેતુનું કેન્દ્રબીજ(nucleus) 4.6 અબજ વર્ષ પહેલાં આપણા સૌર મંડળના જન્મના નજીકના સમયગાળામાં સૌરમંડળ નિર્માણમાંથી બાકી રહેલા બ્લેક પાર્ટિકલ કણોથી બનેલું છે.”

તેની અનિશ્ચિત મુસાફરી ૩ જુલાઈ ૨૦૨૦ ના રોજ શરૂ થઈ કેમકે ધૂમકેતુએ આપણા સૂર્યના નજીકથી ૪૪ મિલિયન કિલોમીટરના અંતરે રહી પ્રવાસ કર્યો. સૂર્યથી નજીકના માર્ગને કારણે ધૂમકેતુની બર્ફીલી ઉપલી સપાટી પરના ગેસ અને ધૂળના કણ બળીને પાછળ વિશાળ પૂંછડીની રચના કરી.

ધૂમકેતુને કેવી રીતે જોશો?

ભારત તરફથી આ પ્રાચીન ધૂમકેતુની ઝલક જોવા માટેની અસાધારણ તક આવતા અઠવાડિયાથી(૧૪ જુલાઈ) શરૂ થશે જ્યારે ખગોળશાસ્ત્રીઓ આશા રાખે છે કે ધૂમકેતુ રાત્રે આકાશમાં તેજસ્વી રીતે ચમકશે અને તે ઓગસ્ટ સુધી દેખાશે તેવી અપેક્ષા છે. નાસાના જણાવ્યા અનુસાર, ધૂમકેતુને પરોઢના એક કલાક પહેલા પૂર્વોત્તમ ક્ષિતિજની ઉપર 10 ડીગ્રીની આસપાસ જોઈ શકાશે, જુલાઈના મધ્ય ભાગથી તે સાંજના સમયે શ્રેષ્ઠ રીતે જોવામાં આવશે કારણ કે ઉત્તર-પશ્ચિમ ક્ષિતિજની તુલનાએ તે વધુ ને વધુ ઊંચે જશે. સ્પેસ એજન્સી વધુ ઉમેરે છે કે નીચા અક્ષાંશ ઉપરના દેશો આકાશમાં ધૂમકેતુને નીચે જોશે જ્યારે ઉત્તર તરફના દેશો માટે તે વધુ ઊંચાઈ પર દેખાશે.

તેને ખુલ્લી આંખોએ પણ જોઈ શકાય છે પરંતુ દૂરબિન અથવા ટેલિસ્કોપની મદદથી જોવા માટેની ભલામણ કરવામાં આવે છે, તે સ્પષ્ટ આકાશવાળા સ્થાનો પરથી સ્પષ્ટપણે જોઈ શકાશે પરંતુ ભારતને આવરી લેતા પ્રદેશોમાં ચોમાસુ ઋતુની સંભાવનામાં વાદળો હોવાને કારણે નિરીક્ષકો માટે તેને જોવું થોડું મુશ્કેલ બનશે.

૨૨ અને ૨૩ જુલાઇના રોજ ધૂમકેતુ પૃથ્વી થી સૌથી નજીકનું અંતર કાપશે જે આપણા ગ્રહ થી માત્ર ૧૦૦ મિલિયન કી.મી.ની અંતરે હશે. સૂર્યની આસપાસ એક પરિભ્રમણ કક્ષા પૂર્ણ કરવા NEOWISE ધૂમકેતુને ૬૮૦૦વર્ષ લાગતાં હોય છે તે હકીકતને ધ્યાનમાં લેતા એકવાર અદ્રશ્ય થયા બાદ તે પછીના હજારો વર્ષો સુધી આંતરિક સૂર્યમંડળમાં ફરીથી દેખાશે નહીં. એટલા માટે જ જો શક્ય હોઈ તો આ અજ્યાબી સમાન ઘટનાને નિહાળવાનું ચૂકશો નહિ.

સાયન્સ ને લગતા અમારા લેખ ને વાંચવા અમારી અલાયદી Category “Science” ને જુઓ. લેખ ગમ્યો હોઈ તો આગળ શેર કરો અને આ માહિતી ને વાંચકો સુધી પહોચાડો.

ardent_geroy
Wikipedia Editor | Curse of knowledge | History/Science/Current Issue Commentator | Freethinker | *Scorpian*| 𝙅𝙖𝙘𝙠 𝙤𝙛 𝘼𝙡𝙡 𝙩𝙧𝙖𝙙𝙚𝙨 𝙢𝙖𝙨𝙩𝙚𝙧𝙨' 𝙤𝙛 𝙣𝙤𝙣𝙚.